કે, તું મને ક્યારેક એરપોર્ટ પર મળે.

Posted by Keval Patel
November 12, 2017

NOTE: This post has been self-published by the author. Anyone can write on Youth Ki Awaaz.

…અને…એ…સાંભળ…!!!
.
કાશ…!!! 😍
.
કે, તું મને ક્યારેક એરપોર્ટ પર મળે. ચેક-ઈન કરતાં સમયે અચાનક જ મારી નિગાહોં તારી જોડે ટકરાય, અને થોડો સમય આપણે એકબીજાને બસ એમજ જોતાં રહીએ…!!! અચાનક જ તું શરમાઈ ને તારી આંખોને ઝુકાવી દે, અને તારી ઝુલ્ફોં ને ઝાટકી કાઢે એ રીતથી આગળ ચાલી જાય…!!! 💕
.
ઈત્તેફાક થી મારી અને તારી ફ્લાઈટ એક જ હોય, અને હું ખૂણા વાળી સીટ પરથી તને અપલક નિહાળું…!!! તું પણ એમજ પાછું વળી-વળીને જોતી રહે…!!! અને મારૂં તને જોવું… એ જોઈને તું શરમાઈ જાય…!!! 😍
.
લગેજ લઈ લેવા બાદ, તારી આ નાની એવી યાદને નાની લવ સ્ટોરી માનીને, એક લાંબો શ્વાસ લઈને હું આગળ ચાલ્યો જાઉં…!!!😉
.
હજુ તો હું એરપોર્ટ ની બહાર નીકળીને મારી કાર તરફ જતો જ હોઉં, અને થોડી વાર બાદ પાછળથી એક પ્રેમીલો મીઠો અવાજ મારા કાનોમાં ટકરાય, અને મારા તારી તરફ પલટતાં જ તું બોલે…!!! 😘
.
“એક્સક્યુઝ મી…!!!
માય સેલ્ફ “***”, એન્ડ આઈ એમ અ ડોક્ટર…!!!
એ મને છે ને… એ… એ… એક્ચુલી… મને તમને જોઈને જ તમારાથી લવ એટ ફર્સ્ટ સાઈડ થઈ ગયો છે…!!!” 😍😘

Youth Ki Awaaz is an open platform where anybody can publish. This post does not necessarily represent the platform's views and opinions.